LIVE: દેશમાં કોરોના વાયરસના 11439 કેસ, મૃત્યુઆંક 377 થયો

દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 11439 પર પહોંચી છે. જ્યારે આ ખતરનાક વાયરસના કારણે અત્યાર સુધીમાં 377 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 11439 દર્દીઓમાંથી 1306 લોકો સારવાર બાદ સાજા થયા છે. સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે જ્યાં 2337 કેસ સામે આવ્યાં છે. દિલ્હીમાં પણ 1500 જેટલા કેસ અને તામિલનાડુમાં 1000 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. 

LIVE: દેશમાં કોરોના વાયરસના 11439 કેસ, મૃત્યુઆંક 377 થયો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 11439 પર પહોંચી છે. જ્યારે આ ખતરનાક વાયરસના કારણે અત્યાર સુધીમાં 377 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 11439 દર્દીઓમાંથી 1306 લોકો સારવાર બાદ સાજા થયા છે. સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે જ્યાં 2337 કેસ સામે આવ્યાં છે. દિલ્હીમાં પણ 1500 જેટલા કેસ અને તામિલનાડુમાં 1000 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. 

દેશમાં કોરોના મામલે મહારાષ્ટ્રની સ્થિતિ ભયાનક
દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યાં છે. જ્યાં આંકડો 2337 પર પહોંચ્યો છે. અહીં મૃત્યુઆંક 160 છે. જ્યારે ત્યારબાદ દિલ્હીમાં 1561 પોઝિટિવ કેસ છે અને 30 લોકોના મોત થયા છે અને ત્રીજા નંબરે તામિલનાડુમાં 1173 કેસ જોવા મળ્યાં છે અને 11 લોકોના મોત થયા છે. 

જુઓ LIVE TV

આ બાજુ ગુજરાતમાં પણ સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. જ્યાં કોરોનાના અત્યાર સુધીમાં 617 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 26 લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં 873 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે જ્યારે 3 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ઉત્તર પ્રદેશમાં 558 કેસ છે અને 5 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news